મેથી પાક


.                           .મેથી પાક

તાઃ૮/૮/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જો મેથી પાક મને,તો શિયાળો સચવાઇ જાય
પડે જો બૈડે થોડોય મેથી પાક,તો હાડકા તુટી જાય
.                         ………………..મળે જો મેથી પાક મને.
શિયાળાની શીતળ સવારે,શરીરે સ્ફુર્તી મળી જાય
અંગ મજબુત બની જાય,સવારે મેથી પાક ખવાય
તનને મજબુતાઇ મળીજાય,જ્યાંમનમલકાઇ જાય
તનને મળતાંમુક્તિ રોગથી,ત્યાં ડૉક્ટર ભાગી જાય
.                         ………………..મળે જો મેથી પાક મને.
પડે મેથી પાક બરડે,તો માનુ દુધ યાદ આવી જાય
હાડકા ભાગતા શરીરના,જીવન આ રગદોળાઇ જાય
સુખનીકેડી દુર ભાગતા,જીવનમાંદુઃખ ઉભરાઇ જાય
નાકોઇ આરો રહે જીવનમાં,અંતે ભક્તિ પકડાઇ જાય
.                        ………………….મળે જો મેથી પાક મને.

()))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))()