લાયકાતી કેડી


                               લાયકાતી કેડી

તાઃ૯/૮/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સફળતાનો સાથ મળે જીવનમાં,ઉજ્વળતારહે સંગ
માનવ મનની વ્યાધીઓ ભાગે,જીતે લાયકાતે જંગ
.              ………………..સફળતાનો સાથ મળે જીવનમાં.
નાપરખ થાય પ્રેમનીજીવનમાં,એતો નિશ્વાર્થે દેખાય
સરળતાનો સાથ મળતાં જીવને,ઉમંગ આંબી જવાય
મળેજ્યાંસાથ સંગાથીઓનો,જે જીવનસરળ કરી જાય
સંબંધીઓનો સાથરહે જીવનમાં,જ્યાંસંબંધો સચવાય
.              ………………….સફળતાનો સાથ મળે જીવનમાં.
મોહની મળતી ચાદર છોડતાં,નિર્મળતા વરસી જાય
સુખદુઃખનો સહવાસ સૌનેછે,સુખ લાયકાતેમળી જાય
માનવતાની મહેંકતીકેડીએ,સાથ જીવનમાં મેળવાય
કૃપામળે જલાસાંઇનીજીવને,જ્યાં ભક્તિ મનથી થાય
.              …………………. સફળતાનો સાથ મળે જીવનમાં.

#######################################