પકડેલ આંગળી


                             પકડેલ આંગળી   

તાઃ૧૨/૮/૨૦૧૨                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
મળતી માયા મોહ જીવને,જે જન્મ થકી જ સમજાય
અવની પરના આગમને,અણસાર જીવને થઈ જાય
                             ………………..મળતી માયા મોહ જીવને.
મળતા માનવ દેહ જીવને,તેના બાળપણથી સમજાય
માનાપ્રેમની હેલી લેવા,પળે પળે ઉંઆ ઉંઆ થઇ જાય
કુદરતની છે કલા નિરાળી,માબાપના સંબંધથી દેખાય
પકડી આંગળી પિતાની ચાલતા,રાહ સીધી મળી જાય
                           …………………..મળતી માયા મોહ જીવને.
ઉજ્વળતાનીકેડી મળે જીવને,જ્યાં સાચીરાહ મેળવાય
ભણતરનું ચણતર ગુરુથી,જીવને સુખ શાંન્તિ દઈ જાય
મળે સંતથી રાહ ભક્તિની,મળેલ જન્મસફળ થઈ જાય
જલાસાંઇની કેડી અનોખી,સંસારે કૃપા પ્રભુની મેળવાય
                          ……………………મળતી માયા મોહ જીવને.

****************************************************