નિર્મળ ભક્તિ


 .                              નિર્મળ ભક્તિ

તાઃ૧૩/૮/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ જગતમાં પામવા પ્રભુનો,નિર્મળ ભક્તિ જ થાય
શ્રધ્ધાસાચી રાખી કરતાં,કૃપા જલાસાંઇની થઇ જાય
.                    …………………પ્રેમ જગતમાં પામવા પ્રભુનો.
ભક્તિ પ્રેમની શીતળ રાહે,જીવથી કર્મ પવિત્ર થાય
મોહમાયાને દુર રાખતાં,સાચી પ્રભુ ભક્તિ થઈ જાય
અવનીપરના આગમને જીવને,કર્મબંધન છે બંધાય
સરળતાનીકેડી મળતાં,જીવને મુક્તિમાર્ગ મળીજાય
.                      ………………..પ્રેમ જગતમાં પામવા પ્રભુનો.
કળીયુગના અંધકારથી બચવા,ભક્તિ માર્ગ સહેવાય
માનવતાની મીઠી કેડીએ,પરમાત્માય રાજી થઈ જાય
અહંકારને આંબી લેતા જીવનમાં,સીધી રાહ મળી જાય
નિર્મળતાનાવાદળવરસે,જે જીવનેમુક્તિમાર્ગ દઈજાય
.                   …………………..પ્રેમ જગતમાં પામવા પ્રભુનો.

૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦

Advertisements