સરળ પ્રેમ


 .                             સરળ પ્રેમ

તાઃ૧૫/૮/૨૦૧૨                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

માગણીએ ના મળે મોત દેહને,કે ના મળે માગણીએ પ્રેમ
જલાસાંઇની કેડીપકડી ચાલતાં,મળે જીવનમાં સરળ પ્રેમ
.                         ………………..માગણીએ ના મળે મોત દેહને.
જન્મ મળતાં જીવને જગે,મળે અનેક કેડીઓનો અણસાર
સમજણ મનને મળે ધીમેથી,ના ઉતાવળથી એ સમજાય
પ્રેમ મળતા માબાપનો સંતાનને,સંસ્કારની કેડીમળીજાય
વડીલને પ્રેમે વંદનકરતાં,દેહપર આશીર્વાદની વર્ષાથાય
.                          ………………. માગણીએ ના મળે મોત દેહને.
પગથી જીવનની સમજી ચાલતાં,નાઆફત કોઇ અથડાય
મોહ માયાને દુર રાખતાં જીવનમાં,સરળ પ્રેમ મળી જાય
આધી વ્યાધીને આંબી લેતાં,જીવનમાં સ્નેહ સ્પર્શતો જાય
ઉજ્વળ રાહને મેળવી લેતાં,જીવનો જન્મ સફળ થઈ જાય
.                         ……………….. માગણીએ ના મળે મોત દેહને.

((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((