સાચો સંબંધ


 .                            સાચો સંબંધ

તાઃ૧૬/૮/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમની કેડી પારખી લેતાં,જીવનમાં સંબંધ સચવાઇ જાય
આંગણે આવેલ અતિથીને મળતાં,હૈયે આનંદઆનંદથાય
.                                 ……………………પ્રેમની કેડી પારખી લેતાં.
મનથી મળેલ અદભુત પ્રેમથી,જીવનમાં કેડી પ્રેમની થઈ
અનંત અપેક્ષા ભાગીગઈ,જ્યાં નિર્મળ પ્રેમની જ્યોતીથઈ
સુખદુઃખમાં સંગાથ મળતા,સાચો પ્રેમ પારખી લીધો અહીં
કુદરતની આમહેંર નિરાળી,સાચા સંબંધે એ મેળવાઇ ગઇ
.                                …………………….પ્રેમની કેડી પારખી લેતાં.
સગપણ એ સંબંધ દેહનો,જે જગતમાં જન્મથી બંધાઇ રહે
ક્યારે છુટી એ દુર ભાગે જીવનમાં,ના કદી કોઇથી કહેવાય
અંતરમાં જે વસીજાય પ્રેમથી,એજ સાચો સંબંધ સમજાય
આવી મળે સાથ જીવનમાં,જે સમજદાર જીવને મળીજાય
.                            …………………….. પ્રેમની કેડી પારખી લેતાં.

########################################