માડીના ચરણે


,

,

,

 .

.

.

.

.

.

 .

.

.

.                            માડીના ચરણે

તાઃ૧૭/૮/૨૦૧૨                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મા અંબે તારા ચરણે નમતા,મારું હૈયુ ખુબ જ હરખાય
આશીર્વાદની કૃપા મેળવતાં,મારું જીવન ઉજ્વળ થાય
                      …………………..મા અંબે તારા ચરણે નમતા.
ભક્તિનો સંગાથ મળતાં,જીવનમાં અતુટ શાંન્તિ થાય
આજકાલની વ્યાધી છુટતાં,માનો પ્રેમ સદા મળી જાય
નિર્મળભાવના સંગેરાખતાં,માડી ગુણલા તારા ગવાય
કૃપા પામતા મા જીવનમાં,સર્વ સુખ આવી મળી જાય
                      ……………………મા અંબે તારા ચરણે નમતા.
ભક્તિ મળી મને જલા સાંઇથી,સાચી શ્રધ્ધા એ કરાય
મળે માડીની કૃપા અમને,જ્યાં નિર્મળ રાહ મળી જાય
જયઅંબે જયઅંબે મનથીકરતાં,માનો પ્રેમ મળી જાય
ઉજ્વળ જીવન રાહ મળતાં,આ જન્મ સફળ થઈ જાય
                      ………………….. મા અંબે તારા ચરણે નમતા.

******************************************************