અધિક માસ


.

.

.

.

.

.

.

.

 .

.

.

                         અધિક માસ

તાઃ૧૮/૮/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર ધર્મની શીતળ કેડી,સાચી શ્રધ્ધાએ મળી જાય
અધિક માસનો ઉત્તમ પર્વ, સાચી ભક્તિએજ સમજાય
.                        ………………….પવિત્ર ધર્મની શીતળ કેડી.
પ્રભાતે પુંજન અર્ચન કરતાં,આજે મન મારુ હરખાય
પ્રેમની નાનીકેડી મળતાં,સંત જલાસાંઈની પુંજાથાય
મોહમાયાની ચાદર છોડતાં,મળેલજન્મ સફળ દેખાય
શ્રધ્ધા સાચી રાખીને ભજતાં,પરમાત્માની દ્રષ્ટિ થાય
.                      …………………..પવિત્ર ધર્મની શીતળ કેડી.
અધિક માસનો મહીમા અનેરો,સાચી પુંજાએ મેળવાય
પ્રભુકૃપાનો આનંદઅનેરો,સાચાઅનુભવથી મળી જાય
માળા કરતાં મનથીપ્રભુની,ઘરમાંય શાંન્તિને સહેવાય
આજકાલની નાવ્યાધીજીવને,જ્યાં જલાસાંઈને ભજાય
.                    ……………………પવિત્ર ધર્મની શીતળ કેડી.

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ