ના માગણી


                                ના માગણી

તાઃ૧૯/૮/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

રિધ્ધી સિધ્ધી મળે જીવનમાં,જયાં સાચી રાહ મળી જાય
માનવ મનની છે ચાહત અનેરી,ના માગણીએ મેળવાય
.                        …………………..રિધ્ધી સિધ્ધી મળે જીવનમાં.
જન્મ મળે અવનીએ જીવને,દેહની અપેક્ષાઓ વધી જાય
એકજ મળતાં માગણી દેહને,ત્યાં બીજી અનેક સંગી થાય
કળીયુગની આ કલમ પ્રભુની,જીવથી ના કદી ઓળખાય
કર્મબંધન એ સંગે રહે છે,જે જીવને ક્યાંથી ક્યાં લઈ જાય
.                      ……………………રિધ્ધી સિધ્ધી મળે જીવનમાં.
સદમાર્ગની કેડી છે ન્યારી,જે દેહને જીવ સહિત સમજાય
ભક્તિનીસાંકળ મળેજીવને,નિર્મળતાએ અપેક્ષા દુરજાય
ના માગણી કોઇ રહે જીવની,જ્યાં જલાસાંઇની કૃપાથાય
આવી આંગણે સધળુ મળે,ના કોઇથીય કદીય મેળવાય
.                       …………………..રિધ્ધી સિધ્ધી મળે જીવનમાં.

=++++++++++++++++++++++++++++++++++++++=