પ્રેમથી પધરામણી


                          પ્રેમથી પધરામણી

તાઃ૨૦/૮/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ રાહ મળે જીવનમાં,જ્યાં પ્રેમનો સંગ રખાય
નિર્મળતાના વાદળવરસે,જ્યાં પધરામણી પ્રેમે થાય
.                             …………………ઉજ્વળ રાહ મળે જીવનમાં.
મનને શાંન્તિ અતુટમળતી,ને પ્રભાતપણ ઉજ્વળ થાય
સુખશાંન્તિને સ્નેહનીસાંકળ જીવને,મળી જાયપણ આજ
પ્રેમનીકેડી છે અતુટઅનેરી ,આપના આગમને સમજાય
સરળતાની ભાવનામળતા,દેહને ના મોહમાયા અથડાય
.                            …………………..ઉજ્વળ રાહ મળે જીવનમાં.
મુક્તિકેરો માર્ગ મળતાજીવને,લોભલાભ પણ છટકી જાય
સત્કર્મની રાહ બતાવી જીવને,ભવસાગરથીય બચાવાય
આંગણે આવી રાહ હું જોતો,પધરામણી પ્રેમથી કરાવાય
નિર્મળ જીવનમાં આશીર્વાદ મળતાં,જીવને શાંન્તિ થાય
.                            …………………..ઉજ્વળ રાહ મળે જીવનમાં.

======================================