લાડલાનો જન્મદીવસ


.                       લાડલાનો જન્મદીવસ

તાઃ૨૫/૮/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ સ્નેહના વાદળ સંગે,રવિ સોપાન ચઢતો જાય
જન્મદીનનો આનંદપામી,આશીર્વાદએ મેળવતો જાય
એવો મારો લાડલો દીકરો,અ.સૌ હીમાસંગે છે હરખાય.
                            …………………શીતળ સ્નેહના વાદળ સંગે.
પ્રભાત પહોરના પ્રથમ કિરણે,માબાપને એ વંદી જાય
પામી પ્રેમ જીવનમાં સૌનો,ધન્ય જીવન એ જીવી જાય
બેનદીપલનો લાડલોભાઇ,ને નીશીતકુમારનો છે સાળો
અ.સૌ હિમાનો એ જીવનસંગી,ભક્તિભાવ સંગે હરખાય
                           ………………….શીતળ સ્નેહના વાદળ સંગે.
લાડલો અમારો એક જ દીકરો,વ્હાલુ રવિ નામ બોલાય
મહેનત સંગે રાખતા જીવનમાં, ઉજ્વળતા મેળવી જાય
મનથી કરતા કામ જીવનમાં,શ્રીજલાસાંઇની કૃપા થાય
ઉજ્વળ જીવનમાં જીવતાં,જગતમાં સર્વ કામ થઈ જાય
                           …………………..શીતળ સ્નેહના વાદળ સંગે.
મોહમાયાની કાતર ફેંકી જીવનમાં,એ સ્નેહ મેળવી જાય
સાથમળે સૌનો જીવનમાં,સરળતાને એ સંગે રાખી જાય
આજકાલને પારખી ચાલે,ને લાંબુ આયુષ્ય મેળવી જાય
એજ પ્રાર્થના જલાસાંઇથી પપ્પા મમ્મીની દીલથી થાય
                              ………………..શીતળ સ્નેહના વાદળ સંગે.

**************************************************