શીતળ સંગાથ


 .                           .શીતળ સંગાથ

તાઃ૨૭/૮/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળતા જીવન મળે,ને દેહે કર્મ બંધન અડી જાય
ના અપેક્ષા જીવની રહે,જ્યાં શીતળ સંગાથ મળી જાય
.                                 ………………….જન્મ મળતા જીવન મળે.
મન,કર્મ,વચનને વાણી,ના જગતમાં કોઇ જીવથી અજાણી
અવનીપરના આગમનસંગે,બંધન સૌ જીવોને એ કરનારી
દેહ મળે જ્યાં માનવીનો જીવને,કર્મથી ગતી એજ કરનારો
મળે માયા મોહ દેહને જ્યારે,ના જગતમાં કોઇ છટકનારો
.                                …………………..જન્મ મળતા જીવન મળે.
શીતળ સંગાથ મળતાં જીવનમાં,સૌનોય સાથ મળી જાય
પરમ કૃપાળુ પરમાત્માની દ્રષ્ટિએ,પાવન રાહ મળી જાય
અંતરથી જ્યાં ઓળખપ્રભુની,જીવથી ભક્તિકેડી મેળવાય
અંતઆવતા દેહનોઅવનીએ,મુક્તિમાર્ગ જીવને મળીજાય
.                            …………………….જન્મ મળતા જીવન મળે.

======================================