જલાસાંઇની છાયા


 .                         જલાસાંઇની છાયા

તાઃ૨૮/૮/૨૦૧૨                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળજો છાયા જલાસાંઇની,મળેલ જન્મ સફળ થઈ જાય
કૃપા અમ પર સદારહે સંતની,એજ ભાવથી ભક્તિ થાય
.                          ……………………મળજો છાયા જલાસાંઇની.
નિર્મળ ભાવના મનમાં રાખીને,સદા પુંજન અર્ચન થાય
આવ્યા બાબા આંગણે અમારે,એજ કૃપા તેમની કહેવાય
સંત જલારામના દર્શન કરતાં,જીવને શાંન્તિ મળી જાય
વિરબાઇ માતાના ચરણ સ્પર્શતા,જન્મ સફળ પણ થાય
.                              ……………………મળજો છાયા જલાસાંઇની.
ૐ સાંઇનુ સ્મરણ કરતાં,પરમાત્મા શીવજી પણ હરખાય
ત્રિશુળનો અણસાર દેતા,ભુતપ્રેતથી ભક્તોનુ રક્ષણ થાય
માપાર્વતીનો પ્રેમમળતા,પ્રદીપ,રમા,રવિ,દીપલ હરખાય
સર્વ રીતે રક્ષણ કરતાં ભોલેનાથજી,સદાય કૃપા કરી જાય
.                               …………………….મળજો છાયા જલાસાંઇની

**************************************************

સાથ સરળતાનો


 .                            સાથ સરળતાનો

તાઃ૨૮/૮/૨૦૧૨                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુંદરતાનો સાથ મળે જીવનમાં,જ્યાં ઇર્ષા નિર્મળ થઇજાય
અભિમાન આઘુ મુકતા મનથી,સાથ સરળતાનો મળી જાય
.                   …………………… સુંદરતાનો સાથ મળે જીવનમાં.
આધી વ્યાધી તો જન્મે વળગે,ના કોઇ જીવથી છટકાય
કર્મની કેડી સરળ બને જીવની,જ્યાં મોહમાયા દુર જાય
પ્રભુ કૃપાનો અણસાર મળે જીવને,જ્યાં શ્રધ્ધા સંગે હોય
મનથી કરેલ સાચી ભક્તિ,જીવને મુક્તિમાર્ગે દોરી જાય
.                   …………………….સુંદરતાનો સાથ મળે જીવનમાં.
જલાસાંઇના આશીર્વાદે પ્રદીપને,સુખ શાંન્તિ મળી જાય
ભુતપ્રેત પણ ભાગેદોડી,જ્યાં ગદા હનુમાનજીની દેખાય
નિર્મળભક્તિનો સાથ રમાનો,જે નિર્મળસ્નેહ આપી જાય
સંતાનનેનિરખતા જલાસાંઇનો,સાચોપ્રેમપણ વર્ષી જાય
.                  …………………….સુંદરતાનો સાથ મળે જીવનમાં.

++++++++++++++++++++++++++++++++++++++++