આંગણે આવ્યા


.                             .આંગણે આવ્યા

તાઃ૩૦/૮/૨૦૧૨                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંગણે આવ્યા પ્રેમ લઈને,ત્યાં મન મારુ હરખાય
શીતળતાનો સંગ મળતાં,મારુ જીવન પાવન થાય
.                   ………………….આંગણે આવ્યા પ્રેમ લઈને.
સ્નેહભરેલા પ્રેમે પધાર્યા,અમારુ નસીબ એ કહેવાય
લાગણી કેરી કેડી મળતાં,મારો  જન્મ સફળ દેખાય
પરમ કૃપાળુ જલાસાંઇથી,મારું જીવન નિર્મળ થાય
શાંન્તિ આવી મળે જીવને,ત્યાં સર્વ સુખ મળી જાય
.                ……………………આંગણે આવ્યા પ્રેમ લઈને.
કુદરતની આ અજબ દ્રષ્ટિ,અનુભવથી જ મેળવાય
પ્રેમ મળે સૌ સંગીનો દેહને,ત્યાં મનને શાંન્તિ થાય
આવ્યા પ્રેમનીગંગા લઈને,આ ઘર પાવનથઈ જાય
મુક્તિમાર્ગની સીડીમળતાં,આ જન્મ સફળપણ થાય
.                 …………………..આંગણે આવ્યા પ્રેમ લઈને.

************************************************