લીધેલ કેડી


                               લીધેલ કેડી

તાઃ૨૬/૮/૨૦૧૨                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મૃત્યુનો સંગ અનેરો,જીવને એ કર્મથી બાંધી જાય
દેહને વળગે જ્યાં મોહમાયા,ત્યાં જન્મ મૃત્યુ મળી જાય.
.                        ………………….. જન્મ મૃત્યુનો સંગ અનેરો.
અવની છે આધાર દેહનો,જીવને સાંકળથી બાંધી જાય
આવી મલતી આધીવ્યાધીઓ,જે કર્મ બંધનથીસંધાય
નાજુકકેડી મળે જીવને,જ્યાં સાચી માનવતા મેળવાય
સંગ મળે જ્યાં પાવનકેડીનો,જીવે નિર્મળતામળી જાય
.                      …………………… જન્મ મૃત્યુનો સંગ અનેરો.
મળતાં દેહ જીવને અવનીએ,દેહ ઉંમરથી બંધાઇ જાય
આજકાલનેપારખીલેતાં જીવનમાં,સમય નાછટકીજાય
બાલપણમાં ભણતરની કેડી,ને જુવાનીમાંમહેનતથાય
ઘડપણમળતાં દેહનેઅવનીએ,ભક્તિથી સચવાઇ જાય
.                       ………………….. જન્મ મૃત્યુનો સંગ અનેરો.

======================================

Advertisements

લાડલાનો જન્મદીવસ


.                       લાડલાનો જન્મદીવસ

તાઃ૨૫/૮/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ સ્નેહના વાદળ સંગે,રવિ સોપાન ચઢતો જાય
જન્મદીનનો આનંદપામી,આશીર્વાદએ મેળવતો જાય
એવો મારો લાડલો દીકરો,અ.સૌ હીમાસંગે છે હરખાય.
                            …………………શીતળ સ્નેહના વાદળ સંગે.
પ્રભાત પહોરના પ્રથમ કિરણે,માબાપને એ વંદી જાય
પામી પ્રેમ જીવનમાં સૌનો,ધન્ય જીવન એ જીવી જાય
બેનદીપલનો લાડલોભાઇ,ને નીશીતકુમારનો છે સાળો
અ.સૌ હિમાનો એ જીવનસંગી,ભક્તિભાવ સંગે હરખાય
                           ………………….શીતળ સ્નેહના વાદળ સંગે.
લાડલો અમારો એક જ દીકરો,વ્હાલુ રવિ નામ બોલાય
મહેનત સંગે રાખતા જીવનમાં, ઉજ્વળતા મેળવી જાય
મનથી કરતા કામ જીવનમાં,શ્રીજલાસાંઇની કૃપા થાય
ઉજ્વળ જીવનમાં જીવતાં,જગતમાં સર્વ કામ થઈ જાય
                           …………………..શીતળ સ્નેહના વાદળ સંગે.
મોહમાયાની કાતર ફેંકી જીવનમાં,એ સ્નેહ મેળવી જાય
સાથમળે સૌનો જીવનમાં,સરળતાને એ સંગે રાખી જાય
આજકાલને પારખી ચાલે,ને લાંબુ આયુષ્ય મેળવી જાય
એજ પ્રાર્થના જલાસાંઇથી પપ્પા મમ્મીની દીલથી થાય
                              ………………..શીતળ સ્નેહના વાદળ સંગે.

**************************************************

પકડ આંગળીની


 .                         પકડ આંગળીની

તાઃ૨૪/૮/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

બાળક દેહે અવતરણ થાતાં,ઉંઆ ઉંઆ શરૂ થઇ જાય
એછે કુદરતનીલીલા,જે જન્મ મળતા જીવને સમજાય
                         ………………….બાળક દેહે અવતરણ થાતાં.
મળતા સંસ્કાર જીવને દેહે,એજ કૃપા માતાની કહેવાય
જન્મ દીધો માતાએ જીવને,ને કર્મના સંબંધ સચવાય
પકડી આંગળી માતાની,જીવને સાચી રાહ મળી જાય
ઉજ્વળ જીવનમાં રાહમળે,જ્યાં સ્નેહ સાચો મેળવાય
                         ………………….બાળક દેહે અવતરણ થાતાં.
સમયની કેડી દેહનેજ મળે,જે ઉંમર વધતાં જ દેખાય
આજકાલના વાદળ ન્યારા,જે પિતા પ્રેમથી મેળવાય
પિતાની પકડી આંગળી દેહે,ત્યાં મન વિચારતું થાય
જીવને સાચી રાહ મળતાં,ઉજ્વળ સોપાન મળી જાય
                        ………………….બાળક દેહે અવતરણ થાતાં.
સંતાનને પ્રેમ મળતા માબાપનો,હરખ અનોખો થાય
ભક્તિનોસંગ સાથે રાખતાં,ના આધી વ્યાધી અથડાય
મળીજાય જ્યાં પ્રેમજગતમાં,સૌનીપ્રીત અનોખીથાય
મળેલ માનવદેહ અવનીએ,જીવનો જન્મસાર્થક થાય.
                    …………………… બાળક દેહે અવતરણ થાતાં.

=================================

અદભુત લીલા


                            અદભુત લીલા

તાઃ૨૩/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ

જોઇ જગતમાં કૃપા પ્રભુની,ના સમજણથી સમજાય
નિર્મળતાનો સંગ રાખતાં,વણ માગેલુ ય મળી જાય
.                   …………………જોઇ જગતમાં કૃપા પ્રભુની.
માયાની એક કેડી અનેરી,ના કોઇનાથી ય છટકાય
મળે એ માનવતાના સંગે,જ્યાં નિર્મળતા સચવાય
કળીયુગના સહવાસમાં રહેતાં,પળેપળ ના છોડાય
એક પળ જો છટકી ગઈ તો,મુંઝવણો આવી જાય
.                    …………………જોઇ જગતમાં કૃપા પ્રભુની.
સથવારો સંસારમાં સૌનો,તેમાંથી કદીના છટકાય
ભક્તિની છે કેડી અનેરી,જે પાવનરાહ આપી જાય
મળેલમાનવદેહ અવનીએ,ત્યાંસમજણ મળી જાય
સમયનેપકડી પુંજનકરતાં,દેહે ભક્તિ ઉજ્વળ થાય
.                   …………………..જોઇ જગતમાં કૃપા પ્રભુની.

.+++++++++++++++++++++++++++++++++++.

શરદ ૠતુ


 .                                શરદ ૠતુ

તાઃ૨૨/૮/૨૦૧૨                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

શરદ ૠતુના શીતળ વાયરે,પ્રભાત પ્રસરી ગઈ
પ્રેમના વાદળ સ્નેહે વરસતાં,મનમાં શાંન્તિથઈ
.                 …………………શરદ ૠતુના શીતળ વાયરે.
માનવતાની અહીં મહેંક પ્રસરે,નામાગણી કોઇ રહી
અજબ કૃપા પરમાત્માની,ભીની વાદળીઓથી જોઇ
મધુર પવનની લહેંર મળે,જ્યાં શ્વાસમાં સુગંધ ગઈ
ના શબ્દની કોઇ લકીર મળે,કે ના જીભનેકોઇ શબ્દ
.                ………………….શરદ ૠતુના શીતળ વાયરે.
પળપળને જો પારખી લો તો,જીવનમાં શરદ થઇ
અવનીને નાપારખે કોઇ,એતો કુદરતની મહેંરથઈ
નિર્મળભાવના સંગે રાખતાં,જલાસાંઇની કૃપાથઈ
ૠતુૠતુના વાયરાનેપારખતાં,ઉજ્વળરાહમળીગઇ
.              …………………..શરદ ૠતુના શીતળ વાયરે.

******************************************

અમેરીકન ભક્ત


.

.

.

.

.

.

.

.

.

.                      અમેરીકન ભક્ત

તાઃ૨૧/૮/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

માયા મને ના કાયાની,મને ભક્તિમાં વિશ્વાસ
પરમાત્માને હુ ઇસુ કહુ,કે લઉ હું રામનુ નામ
.                      …………………માયા મને ના કાયાની.
આવતા આંગણે હિન્દુના,જયશ્રી કૃષ્ણ બોલાય
માળા હાથમાં રાખીને,ભક્તિ ભજન પણ થાય
આત્માનો વિશ્વાસ પ્રભુથી,ઇસુ કહો કે ભગવાન
શ્રધ્ધા મારી અતુટ મનથી,ના છે કોઇ ભેદભાવ
.                       ………………….માયા મને ના કાયાની.
અવનીને નાઓળખે જીવ,એજ મહાનતા કહેવાય
જન્મ લીધો આધરતી પર,તોય પરમાત્મા પુંજાય
અજબતાકાત આજીવની,જે વત્સલદાસ ઓળખાય
થાય આનંદનીવર્ષા ધરમાં,જ્યાંભક્તિ આવીથાય
.                        …………………. માયા મને ના કાયાની.

.*************************************************

દ્રષ્ટિ પ્રેમ


.

.

.

.

.

.

.

.

.

.

.

.                               દ્રષ્ટિ પ્રેમ

તાઃ૨૧/૮/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

જોઇ તારી નજર નિરાળી,મને પ્રેમ થઈ ગયો ભઈ
ના સમજ રહી કે તું વાનર,ને હું માનવ થયો અહીં
.                     …………………..જોઇ તારી નજર નિરાળી.
અજબલીલા અવિનાશીની,ના માનવમને સમજાય
વાનર આવી મદદ કરે,ત્યાં રાજા રાવળ હારી જાય
સીતારામના પ્યારા બની ગયા,એ જગતમાં પુંજાય
પ્રભુ દ્રષ્ટિને પાવન કરનાર,શ્રી હનુમાનજી કહેવાય
.                       …………………..જોઇ તારી નજર નિરાળી.
સતયુગની એ વાત અનેરી,ના કળીયુગમાં સમજાય
કળીયુગમાં જો પત્થરમારોતો,ભાગવુ ભારે પડીજાય
સ્નેહની સાંકળ સાથે રાખો તો,આવીને ભાખરી ખાય
શ્રધ્ધાતમારી સમજીલેતાં,તમપર દ્રષ્ટિપ્રેમથઈજાય
.                       …………………..જોઇ તારી નજર નિરાળી.

====================================