અખંડ ભક્તિ


.

.

.

.

.

.

.

.

.

.

.

.                               .અખંડ ભક્તિ

તાઃ૧/૯/૨૦૧૨                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ મળ્યો જ્યાં સીતારામનો,ભક્ત શ્રીહનુમાનજી હરખાય
પગેલાગીને કુદતા પ્રેમે આકાશે,આખો દરીયો એ તરી જાય
.                             ………………….પ્રેમ મળ્યો જ્યાં સીતારામનો.
અંતરમાં ખુબઆનંદ અનુભવે,જે તેમના વર્તનથીજ દેખાય
સીતારામની કૃપા મેળવવા કાજે,એ ભજન ભક્તિમાં બંધાય
પ્રભુરામની દ્રષ્ટિ મેળવવા,મા સીતાજીના સંગે સિંદુરે રંગાય
અજબ ભક્તિનો માર્ગ બતાવી,જગતમાં ભક્તિએ દોરી જાય
.                                 ………………..પ્રેમ મળ્યો જ્યાં સીતારામનો.
શ્રી રામ શ્રી રામનુ સ્મરણ કરતાં,કેસરીનંદન પણ કહેવાય
માળા મંજીરા હાથમાં રાખી,સતત સ્મરણ કરી એ હરખાય
અનંતકૃપા મેળવતાં શ્રીરામની,સીતાજીને પગેલાગી જાય
પળેપળમાં એ રક્ષણ કરતાં,જે શ્રી હનુમાનજીને ભજી જાય
.                            …………………..પ્રેમ મળ્યો જ્યાં સીતારામનો.

***********************************************************

સાચો માનવી


                          .સાચો માનવી

તાઃ૧/૯/૨૦૧૨                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

આધી વ્યાધી આંબી જાણે,એ જ સાચો માનવ કહેવાય
દેખાવનાવાદળ દુર કરે જ્યાં,ત્યાંજ હિંમત આવી જાય
.                          …………………..આધી વ્યાધી આંબી જાણે.
અવનીપરનુ આગમન એ તો,કર્મનું બંધન છે કહેવાય
મળે સગા સંબંધી જીવને દેહે,એ સગાસંબંધી સમજાય
આવતીકાલની રાહ ના જોતા,આજને પકડીને ચલાય
મળી જાય જીવને સાથ સૌનો,ના આશા કોઇ જ રખાય
.                         ……………………આધી વ્યાધી આંબી જાણે.
સરળતાના જ્યાંવાદળ વર્ષે,ત્યાં પ્રેમપાવન થઈ જાય
નિર્મળતાનોસંગ મળતા જીવને,જલાસાંઇનીકૃપા થાય
આવી આંગણે માનવતા રહેતા,મોહ માયા ભાગી જાય
ઉજ્વળ જીવનમળી જતાં,મળેલ જન્મ સફળ થઈજાય
.                        …………………….આધી વ્યાધી આંબી જાણે.

========================================