સુંદરતાનો સંગ


                      સુંદરતાનો સંગ

તાઃ૨/૯/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુંદરતાનો સાથ મળતાં,મને સાથ મળી ગયો ભઈ
કળીયુગના સંસારમાં હવે,નામાગણી મારીકોઇ રહી
.          …………….અરે ભઈ મને બધુ મળી ગયુ છે અહીં.
વરસેપ્રેમનીવર્ષા અહીંયા,ના જે એકલતાને સહેવાય
અપેક્ષાપહેલા માગણીસમજતાં,સરળતાએ મળીજાય
એક જ્યોત પ્રગટતાં પહેલાં,મારું જીવન પ્રસરી જાય
કૃપામળે પરમાત્માની દેહે,ત્યાં મળેલ દેહ સુંદર થાય
.                          ………………….સુંદરતાનો સાથ મળતાં.
મળે જ્યાં દેહને દેખાવ જગે,ત્યાં નાવ્યાધી કોઇ રહી
આંટાફેરા શરૂથતાં લોભીના,બધુ મફતમાંમળતું અહીં
લીપસ્ટીક લાલી લાગતાં મોંએ,ઘણી નજર પડી ગઈ
સહવાસ લેવા સુંદરતાનો,ચારેબાજુ ફરતા થયા અહીં
.                         …………………..સુંદરતાનો સાથ મળતાં.

+++++++++++++++++++++++++++++++++++++

માતાનો પ્રેમ


 .                        માતાનો પ્રેમ

તાઃ૨/૯/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માતાનો પ્રેમ દેહને,જ્યાં જીવની પ્રકટે જ્યોત
સંસ્કાર એજ મુડી માતાની,ના મળે જ્યાં આવે ખોડ
.                       …………………મળે માતાનો પ્રેમ દેહને.
અવનીપરના આગમને જીવને,ના કળીયુગનો મોહ
સાચી શ્રધ્ધાએ માતાને,મળે કૃપા જલાસાંઇની રોજ
સંતાનને આપતાં સંસ્કારથી,મળીજાય માતાને પ્રેમ
નામાગણી રહે માબાપની,જ્યાં સંસ્કારી સિંચન હોય
.                      …………………..મળે માતાનો પ્રેમ દેહને.
માતાએછે સંસ્કારની દોરી,ને પિતાછે જીવનની રાહ
મળે સંતાનને કૃપાપ્રભુની,જીવને દઈદે ઉજ્વળ દોર
મોહમાયાની ચાદર છુટતાં,જીવનેપ્રેમ સૌના મળતા
આધારમળે જ્યાંઆંગણેઆવી,એ માબાપની કૃપાદોર
.                         ………………….મળે માતાનો પ્રેમ દેહને.

*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*