સાચો પ્રેમ


.

.

.

.

.

.

.

.

.

.

.

.                              .સાચો પ્રેમ

.તાઃ૩/૯/૨૦૧૨                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ મળ્યો મને માબાપનો,જ્યાં મારીભક્તિ સાચી થઇ
શ્રી ભોલેનાથની કૃપા મળી,ને માતા પાર્વતી રાજી થઈ
.                           …………………પ્રેમ મળ્યો મને માબાપનો.
સોમવારની નિર્મળ પ્રભાતે,શ્રધ્ધાએ દુધ અર્ચના થાય
ૐ નમઃ શિવાય ના જાપનીસાથે,માતા પાર્વતી પુંજાય
ભક્તિમાં વિશ્વાસ રાખતાં,નિર્મળ રાહ જીવને મળીજાય
મળે પ્રેમ પરમાત્માનો જીવને,ત્યાં ઉજ્વળ ભાવી થાય
.                          ………………….પ્રેમ મળ્યો મને માબાપનો.
બંધ આંખે દર્શન કરતાં,માતા ગંગાના દર્શન પણ થાય
સ્નેહની એકજ દ્રષ્ટિ પડતાં,પ્રદીપનું જીવન પાવનથાય
પ્રભાત પહોરમાં પુંજન કરતાં,સંગે શ્રી ગજાનંદ હરખાય
કૃપાની એકજ લહેર મળતાં,અમારો જન્મસફળથઈજાય
.                        ………………….. પ્રેમ મળ્યો મને માબાપનો.

******************************************************