સંકટ મોચન હનુમાન


.

.

.

.

.

.

.

.

.

.

.

.                        .સંકટ મોચન હનુમાન

તાઃ૪/૯/૨૦૧૨                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંકટ મોચન હનુમાનની જય,બોલો બજરંગબલીની જય
બોલો રામદુત ની જય,બોલો પવનપુત્ર હનુમાનની જય
જય જય હનુમાનનીજય,બોલો જય જય હનુમાનની જય

આછે ભક્તોના ભરથાર,સાચી શ્રધ્ધાને ભક્તિમાંછે વિશ્વાસ
અગણિતપ્રેમમળે શ્રીરામનો,નેમળે માતા સીતાજીનો સ્નેહ
કીધા કામ જગતમાં એમ,સાચી ભક્તિમાં નારહે કોઇ વ્હેમ
શત્રુનો સંહાર કરતાં જગતમાં,રાજા રાવણને હરાવ્યો એમ
.                      ………………….બોલો જય જય હનુમાનની જય.
બજરંગબલી છે ભક્તિના રંગી,સદાબનીરહ્યા શ્રીરામનાસંગી
સમુદ્રમંથન કરતા શ્રધ્ધાએ,કૃપાય મળીગઈ માતા સીતાની
સ્મરણ માત્ર અંતરથી કરતાં,ભુત પિશાચનેએ ભગાડી મુકતાં
શરણુસાચુ મળતાં હનુમાનકાકાનું,સદા જીવનમાં સુખ દેનારું
.                                  …………………બોલો જય જય હનુમાનની જય.

————————————————————————–
શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રીરામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ