આવતી કાલ


.                      .આવતી કાલ

તાઃ૫/૯/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ આવતી કાલ મળે, જ્યાં આજને આજ કહેવાય
પરખ ના કોઇને કાલની,જ્યાં આજ ના કોઇને સમજાય
.                        ………………….ઉજ્વલ આવતી કાલ મળે.
શીતળતાનો સંગ રાખતાં,ના મુંઝવણ કોઇજ ભટકાય
મળે પ્રેમ જલાસાંઇનો સાચો,ને જન્મ સફળ થઈ જાય
આજ  ઓળખીને  કરેલ મહેનતે,આવતી કાલ હરખાય
સજ્જનતાનાસોપાન મળતાં,જીવપાવનકર્મોથીબંધાય
.                         ………………….ઉજ્વલ આવતી કાલ મળે.
માળીયે મુકેલ મુંઝવણ મનની,જીવને શાંન્તિ આપી જાય
સમયને પારખી હિંમત કરતાં,સર્વ કામ સફળ થઈ જાય
આવતીકાલની રાહના જોતાં,આજને જે પકડીને હરખાય
ઉજ્વળમળતાં સમયનેજાણી,જીવનેમુક્તિમાર્ગ મળી જાય
.                       …………………….ઉજ્વલ આવતી કાલ મળે.

========================================

અંધકારમાં પ્રકાશ


.                   .અંધકારમાં પ્રકાશ

તાઃ૫/૯/૨૦૧૨                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુરજ છુપતાં સાંજ પડે અવનીએ,અંધકાર આવી જાય
કુદરતની આ અપારલીલા,ત્યાં વિજળી વપરાઇ જાય .
.                 …………………સુરજ છુપતાં સાંજ પડે અવનીએ.
કરુણા સાગરની કૃપા અપાર,સાચી ભક્તિએ મેળવાય
શ્રધ્ધા થોડી રાખતાં મનથી,જગત આખું જીતી જવાય
પ્રકાશની પહેલી કિરણ પડતાંજ,પ્રભાત ઉજ્વળ થાય
અંધકારને આંબી  જગે જીવતાં,વિજળી વપરાઇ જાય
.                  ………………..સુરજ છુપતાં સાંજ પડે અવનીએ.
પ્રીત મળે પરમાત્માની જીવને,બંધ આંખે મળે ઉજાસ
જ્યોતપ્રકટે જ્યાં ભક્તિની,ત્યાંજીવને માર્ગ મળીજાય
જલાસાંઇથી પ્રેમની કેડીએ,જીવને પ્રભાત મળી જાય
અંધકારની કેડી દુર થતાંજ,પ્રકાશની પરખ થઈજાય
.                 …………………સુરજ છુપતાં સાંજ પડે અવનીએ.

+++++++++++++++++++++++++++++++++++++++++=