પકડ


 .                            પકડ

તાઃ૬/૯/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળ્યો જન્મ અવનીએ જીવને,કર્મ સંબંધ સચવાય
કુદરતની આ અનોખીલીલા,જીવને સમયે સમજાય
.                 ………………….મળ્યો જન્મ અવનીએ જીવને.
મળેલ દેહને સંબંધ છે અનેરો,જેને ઉંમર જકડી જાય
બાળપણમાંથી જુવાની મળતાં,વર્ષના સંબંધ થાય
નાતાકાત જગતમાં દેહની,કે ઉંમરને કોઇથી પકડાય
આજ જતાં આવતીકાલ મળે,તેમ ઉંમર વધતી જાય
.               ……………………મળ્યો જન્મ અવનીએ જીવને.
અભિમાનના વાદળ ઘેરાતાં,આ જીવન વેડફાઇ જાય
સમયનેસમજી ચાલતાં જીવનમાં,ના આફતઅથડાય
માયામોહને દુર રાખતાં,ઉજ્વળરાહ જીવનેમળીજાય
પારખીલેતા સમયનેજીવથી,સાથ જીવનમાંમેળવાય
.                   …………………મળ્યો જન્મ અવનીએ જીવને.

=============================