પ્રેમ માતાપિતાનો


 .                    પ્રેમ માતાપિતાનો

તાઃ૭/૯/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મન ના માને મારુ આજે,ક્યાંય ક્યાંય ભટકાય
સમજની કેડી દુર રહેતાં,મુંઝવણ વધતી જાય
અલ્યા ભઈ કોઇ છે ઉપાય બોલો છે કોઇ ઉપાય

આંગળી પકડી હું ચાલતો ત્યારે,મા મારી હરખાય
પડીજઉ કદીક ભુલથી,ત્યારે મને ઉભો કરીએજાય
સરળ જીવનમાં સંસ્કાર પકડતાં,ખુબ આનંદ થાય
ભુલકણો હું જીવનમાં ઘણુંય,ના માનો પ્રેમ ભુલાય
.                         ………………..મન ના માને મારુ આજે.
કર્મનીકેડી લાગે ન્યારી,એતો સમયે સૌને સમજાય
ભણતર પામી જીવન જીવવા,પિતાની પ્રેરણાથાય
આંગણી ચીંધી માર્ગ બતાવ્યો,રાહ ઉજ્વળ દેખાય
સમજી વિચારી કેડી ભરતાં,સાચીરાહજ મળી જાય
.                          ………………..મન ના માને મારુ આજે.

+++++++++++++++++++++++++++++++++++