વ્હાલનું આગમન


 .                         વ્હાલનું આગમન

તાઃ૮/૯/૨૦૧૨                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

કદમ કદમની કેડી ન્યારીએ,જીવને સાચીરાહ મળી જાય
ભીની આંખે પ્રેમ ઉભરાતા,સાચા વ્હાલનું આગમન થાય
.                        …………………..કદમ કદમની કેડી ન્યારીએ.
શીતળતા એ છે સંસ્કાર જીવના,સાચી શ્રધ્ધાએ મેળવાય
ઉજ્વળતાની કેડી ન્યારી બને,જ્યાં સજ્જનતાને સચવાય
વાણીવર્તન એ મળતર જીવના,માબાપનાપ્રેમે મળીજાય
વ્હાલનાવાદળ મળે નિખાલસ,જ્યાં ઉજ્વળતાને સહેવાય
.                       …………………….કદમ કદમની કેડી ન્યારીએ.
માટીની આ કાયા અવનીએ,કર્મના બંધને જ ફરતી જાય
ક્યારે ક્યાં એ અટકીજાય,ના જગતમાં કોઇનેય સમજાય
શ્રધ્ધા પ્રેમ ને વિશ્વાસ રાખતાં,જલાસાંઇનીકૃપા થઈ જાય
સાચા વ્હાલનો સંગ મળતાં જીવનો,જન્મ સફળ થઈ જાય
.                        ……………………કદમ કદમની કેડી ન્યારીએ.

****************************************************