દયાના દાતાર


.

 

.

.

.

.

.

.

.

.

.

.                        .દયાના દાતાર

તાઃ૧૦/૯/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સૃષ્ટિના કર્તાર દયાળુ,છે સાચા ભક્તોના રખેવાળ
મન વચનથી ભક્તિ કરતાં,નિર્મળરાહને મેળવાય
.                    ……………………..સૃષ્ટિના કર્તાર દયાળુ.
પરમાત્માની અજબલીલા,ના માનવીને સમજાય
મનવચનને સાચવીચાલતા,ઉજ્વળ રાહમેળવાય
મળે કૃપા શ્રી ભોલેનાથની,ૐ નમઃશિવાય ભજાય
સૃષ્ટિના એ કરતા દયાળુ,છે ભક્તોના એ સહવાસ
.                      ……………………. સૃષ્ટિના કર્તાર દયાળુ.
જન્મ મૃત્યુથી નાકોઇ છટકે,છે કર્મ બંધનનો સંગાથ
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં શિવજીની કૃપા થાય
સોમવારનો સાથ મળે જીવને,જ્યાં દુધઅર્ચના થાય
માતાપાર્વતીની કૃપામળે,જે જોઇ ભોલેનાથ હરખાય
.                         ……………………સૃષ્ટિના કર્તાર દયાળુ.

_________________________________________

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ
_________________________________________