માડીની કૃપા


.

.

.

.

.

.

.

.

.

.

.

.                             માડીની કૃપા

તાઃ૧૧/૯/૨૦૧૨                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારી અસીમ કૃપાએ,હાથથી કલમ પકડાઇ ગઈ
એક બે લખતા લખતા,આજે લેખોની નદી ભરાઇ ગઈ
.                        ………………….માડી તારી અસીમ કૃપાએ.
કલમની પવિત્ર કેડી મળતાં,મારી ભક્તિય સાચી થઈ
મળતા માડી પ્રેમ તમારો,જીવને સાચી રાહ મળી ગઈ
સાચોસ્નેહ કલમધારીનો મળતાં,પ્રેમનીવર્ષા મળી ગઈ
એક બીજાની આંગળી પકડતાં,સૌની કલમ નોંખી થઈ
.                         …………………..માડી તારી અસીમ કૃપાએ.
જ્યોત પ્રકટે મા સરસ્વતીની,દેહને માન મળશે ભઈ
સાચી ભાવના મનમાં રહેતા,પ્રેરણા પણ મળશે અહીં
માગણી માતા ચરણે તારા,જન્મસફળ કરજે મા અહીં
પ્રેરણા માડી કલમથી કરજે,યાદ જગતમાં રહે અહીં
.                        ……………………માડી તારી અસીમ કૃપાએ.

**************************************************