શબ્દનો સાથ


                            શબ્દનો સાથ

તાઃ૧૨/૯/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

શબ્દોનો સહવાસ મળ્યો ત્યાં,કલમ પકડાઇ ગઈ
મળી ગઈ મનને મહેંફીલ,જે શાંન્તિ આપતી ગઈ
.                     …………………શબ્દોનો સહવાસ મળ્યો ત્યાં.
કલમ બને ત્યાં પ્રેમનીસાંકળ,જ્યાં પ્રીતસાચી થઈ
મળીજાય છે મનને શાંન્તિ,અજબકૃપા પ્રભુની થઈ
સાચોપ્રેમમળે સ્નેહીઓનો,જ્યાં હાથપકડી ચાલે સૌ
નામાગણીની કોઇ કેડી દેખાય,કે નારહે અપેક્ષા બહુ
.                    …………………..શબ્દોનો સહવાસ મળ્યો ત્યાં.
ઉજ્વલતાનીકેડી મળેજીવે,જ્યાં કલમધારી હરખાય
આંગળી પકડીને સંગે ચાલતાં,સાચી રાહ મળી જાય
બંધન પ્રેમના જીવને મળતાં,જન્મ સફળ પણ થાય
આજકાલની ન ચિંતા જીવને,સફળમાનવ થઈ જાય
.                 …………………….શબ્દોનો સહવાસ મળ્યો ત્યાં.
સ્નેહ પ્રેમનો સંગ મળતાં,જીવને આનંદ મળતો જાય
સંતજલાસાંઇની કૃપાએ જીવને,સાચી રાહ મળી જાય
આધીભાગે ને વ્યાધીઅટકે,એ જીવની જ્યોત કહેવાય
કલમ શબ્દનો સંગ અનેરો,જે સમજે એજ માણી જાય
.                 …………………….શબ્દોનો સહવાસ મળ્યો ત્યાં.

++++++++++++++++++++++++++++++++++++++++++