શિવરાત્રિ


.

.

.

.

.

.

 .

.

.

.

.

.

.

.                           શિવરાત્રિ

તાઃ૧૪/૯/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

બમબમ ભોલે મહાદેવનીજય,બોલો ભોલેનાથની જય
પરમપિતા મા પાર્વતીપતિ,ભોલે શ્રી મહાદેવની જય
.                         ………………….બોલો જગતપિતાની જય.
ત્રિશુલ ધારી છે ગંગા ધારી,ભોલેનાથ જગત આધારી
છે ભોલેનાથની ભક્તિ ન્યારી,દુધઅર્ચનાથીએ થનારી
માતાપાર્વતીની કૃપા ન્યારી,સાચી ભક્તિથી મળનારી
ૐ નમઃશિવાયના એક જાપથી,જીવને મુક્તિએદેનારી
.                        …………………..બોલો જગતપિતાની જય.
ભક્તિ પ્રેમે કરતાં શિવજીની,ગણેશજીનીકૃપા મળનારી
ગજાનંદના પિતા ભોલેભંડારી,માપાર્વતી જાય હરખાઇ
સદમાર્ગની દોરી દેનારા,જીવને સાચી રાહપણ દેનારા
લઇ અલૌકિક લીલા જગે,ભક્તિજીવને એ મોક્ષ દેનારી
.                      …………………….બોલો જગતપિતાની જય.

#####################################

સ્નેહાળ સાંકળ


                          સ્નેહાળ સાંકળ

તાઃ૧૪/૯/૨૦૧૨                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્નેહની સાંકળ વ્હાલી લાગે,જ્યાં અંતરથી મળી જાય
પ્રેમને પારખી જીવનજીવતાં,ના આફત કોઇ અથડાય
.                       …………………..સ્નેહની સાંકળ વ્હાલી લાગે.
કળીયુગમાં મળતો સ્નેહ,કદીક એ દેખાવે મળી જાય
સમજણ મનને ના મળે,જ્યાં જીવ દેખાવમાં ભટકાય
સમયને માનવી પારખે,જ્યાં જલાસાંઇની કૃપા થાય
આફતના એંધાણ મળતાં જીવે,કળીયુગમાં બચીજાય
.                       …………………..સ્નેહની સાંકળ વ્હાલી લાગે.
અંતરથી મળતો સ્નેહ જીવને,સાચો સાથ આપી જાય
સ્નેહની સાંકળ ન્યારી મળતાં,દેહે પ્રેમ પ્રેમ થઈ જાય
માગણી ના મનની રહેજીવનમાં,જ્યાં નિર્મળતા થાય
આવી આંગણે પ્રેમ મળતાં,જીવને જન્મ સફળ દેખાય
.                      ……………………સ્નેહની સાંકળ વ્હાલી લાગે.

=====================================