અંતરની ઉર્મી


 .                          અંતરની ઉર્મી

તાઃ૧૬/૯/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંતરની ઉર્મીને પકડી,જગમાં જીવન જ્યાં જીવાય
મળીજાય ત્યાં કૃપાય પ્રભુની,ને સાર્થક જીવન થાય.
.                         …………………..અંતરની ઉર્મીને પકડી.
કુદરતની આરીત નિરાળી,માનવમનને ના સમજાય
સમજીને સાચા પ્રેમને દેતા,મેળવનાર જીવ હરખાય
અંતરમાં મળેલ શાંન્તિ,જીવ પર પ્રભુ કૃપા પણ થાય
અતિને મુકતા માળીયે જીવને,સુખ શાંન્તિ મળી જાય
.                         ……………………અંતરની ઉર્મીને પકડી.
મળતાં આશિર્વાદ જલાસાંઇના,દેહ પાવન થઈ જાય
મુક્તિ માર્ગને ખોલતા સંતની,પાવન કૃપા પણ થાય
આજકાલનો નામોહ જીવને,જ્યાં સમયનેય પરખાય
સુખશાંન્તિના વાદળવરસતા,જીવે શાંન્તિ મળી જાય
.                        …………………….અંતરની ઉર્મીને પકડી.

++++++++++++++++++++++++++++++++++++