જીભલડી


                                  જીભલડી

તાઃ૧૭/૯/૨૦૧૨                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળતા દેહ અવનીએ,અનેકનો સંગાથ મળી જાય
સરળતાનો સહવાસ મળે,જ્યાં દેહની જીભલડી સચવાય
.                         ……………………જીવને મળતા દેહ અવનીએ.
માનવતાની મહેંક પ્રસરતાં,જીવનમાં મળી જાય સંગાથ
પ્રેમની જ્યોત પ્રકટે છે સહવાસે,જ્યાં પ્રેમીઓનો છે સાથ
સરળતાના વાદળ વરસતાં,જીવનમાં મળી જાય પ્રભાત
જીભલડીને સાચવીને ચલાવતાં,ના આધી વ્યાધી દેખાય
.                         …………………….જીવને મળતા દેહ અવનીએ.
શબ્દ એજ છે સંસ્કારદેહના,ને જીવનની મુડી પણકહેવાય
સમજીને આગલ ચલાવતાં,સૌ પ્રેમીઓનો સાથ મેળવાય
ઉજ્વળ જીવન મેળવી લેતાં,જીવનમાં શાંન્તિ મળી જાય
મળેલ સંસ્કાર માબાપથી સંતાનને,તેના વર્તનથી દેખાય
.                         ……………………..જીવને મળતા દેહ અવનીએ.

=========================================

પ્રીતીનો જન્મદીન


 .                           પ્રીતીનો જન્મદીન

તાઃ૧૭/૯/૨૦૧૨ (૧૭/૯/૧૯૭૪) પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રીતી પ્રીતી બોલતા પપ્પા સુરેશચંન્દ્ર હરખાય
.             મમ્મી ઇન્દીરાબેનની ગોદમાં બેસીને ખુશ થાય
એવી લાડલી પ્રીતીનો આજે જન્મદીન ઉજવાય
.                                      …………………..પ્રીતી પ્રીતી બોલતા.
જન્મ મળ્યો અમદાવાદમાં,ને કર્મ હ્યુસ્ટનમાં થાય
.            કુદરતની અદભુત લીલાએ,ભોજનમાં મળી જાય
અલ્પેશકુમારના સાથથી, જીવનમાં રાહ મેળવાય
.           ઉજ્વળ જીવનનીકેડી મળતાં,સૌનો પ્રેમ મળીજાય
.                                           ………………..પ્રીતી પ્રીતી બોલતા.
મળી જીવનમાં ઉજ્વળ કેડી,એ સંતાનથીજ દેખાય
 .          વ્હાલા સંતાન જય મોદી,ને પાર્થ મોદી ઓળખાય
પ્રેમ નિખાલસ સૌને દેતાં,ઉજ્વળ રાહ મળી જાય
.           જન્મદીનની ઉજવણીઆજે,સૌના સંગાથે મળીજાય
.                                    …………………… પ્રીતી પ્રીતી બોલતા.
પ્રદીપરમાના આશીર્વાદ,અંતરથી જન્મદીને દેવાય
.           પ્રતીમાબેનનો પ્રેમ પણ મળે,ને હરેનભાઇ હરખાય
ઉજ્વળ જીવનનીકેડી મળતા,જન્મ સફળ થઈ જાય
.          મારુતારુની માયાછુટતાં,હ્યુસ્ટન અમદાવાદ થઈજાય
.                                        ………………….પ્રીતી પ્રીતી બોલતા.
દીપલ દોડી ફુલ લઈને,ને નિશીતકુમાર લાવ્યા કૅક
.           આવ્યા ભોજનમાં સૌ સાથે,જન્મદીન માણવાને છેક
કુદરતની આ અપારલીલા,જે જગમાં જીવને દેખાય
.          ક્યાંથીક્યાં લઈઆવે,ને ક્યાં આજન્મદીવસ ઉજવાય
.                                        …………………..પ્રીતી પ્રીતી બોલતા.

*********************************************
+++++++++++++++++++++++++++++++++++
.                 .અ.સૌ.ચી.પ્રીતીનો આજે જન્મદીવસ છે.પરમ કૃપાળુ સંત શ્રી જલારામ બાપા
તથા સંત પુજ્ય સાંઇબાબા તેની સર્વ મનોકામના પુર્ણ કરે અને જીવનમા તન,મન,ધનથી
શાંન્તિ આપે તેજ પાર્થના સહિત આશીર્વાદ.
લી.પ્રદીપ તથા રમા બ્રહ્મભટ્ટ તરફથી જય જલાસાંઇરામ. તાઃ૧૭/૯/૨૦૧૨