ગણેશચોથ


.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                           ગણેશચોથ

તાઃ૧૯/૯/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગજાનંદનુ નામ સાંભળી,મન મારું ખુબ હરખાય
ગણેશ ચોથનો દીવસ આવતાં,પ્રેમે પગે લગાય
.                   …………………ગજાનંદનુ નામ સાંભળી.
રીધ્ધી સિધ્ધીના એ દાતા,છે જીવની જીવનદોર
ભોલેનાથના વ્હાલાસંતાન,ને જગતના વિધાતા
માતા પાર્વતીના છે લાડલા,જગતમાં એ પુંજાય
પવિત્ર દ્રષ્ટિ જીવે પડતાં,જન્મ સફળ થઈ જાય
.                   …………………..ગજાનંદનુ નામ સાંભળી.
મુશક વાહન મેળવી લેતાં,જગે પ્રદક્ષીણા થાય
વંદનપ્રેમે ગણેશને કરતાં,મુક્તિમાર્ગ મળીજાય
સમયને પારખી ચાલતાજ,મોહ માયા છુટી જાય
પરમકૃપાળુની દયા થતા,સુખશાંન્તિ મળી જાય
.               ………………………ગજાનંદનુ નામ સાંભળી.

***********************************************