તન સાથે મન


 .                          તન સાથે મન

તાઃ૨૧/૯/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મગજ મારુ માઇલો ચાલે,ના ચાલે શરીર માઇલ એક
કેવી અજબ શક્તિ પરમાત્માની,શરીરને બાંધે એ છેક
.                               …………………મગજ મારુ માઇલો ચાલે.
વિચાર તો વંટોળીએ ચાલે,સમજના વાદળ મળે અનેક
જીવનેમળતાં શાંન્તિ પહેલા,વિચારના વહેંણ આવે છેક
શરીર સ્ફુર્તી સાચવી લેવા કાજે,કરતો હું કસરતથી પ્રેમ
મળીગઇ મને રાહજીવનમાં,ત્યાં મન શરીરથી થયો હેત
.                             …………………..મગજ મારુ માઇલો ચાલે.
ગાડી ચાલે જીવનની એવી,જેવી જીવને મળતી કેડી એક
સમજણ વિચારની સાચી રાહે,જીવનની ગાડી સરળ બને
મનને મળતાં કૃપાજલાસાંઇની,રાહ મળે જીવને પણ નેક
સરળતાની એકકેડી મળતા,તન સાથે મન મળીજાય છેક
.                            ……………………મગજ મારુ માઇલો ચાલે.

======================================