જીવનસંગ


                                જીવનસંગ

તાઃ૨૩/૯/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ રાહ મળે અવનીપર,એ જ છે જીવની લાયકાત
મોહમાયાના વાદળ ભાગે,જ્યાં જલાસાંઇની કૃપા થાય
.                     ……………………..નિર્મળ રાહ મળે અવનીપર.
રાતદીવસ અવનીની રીત,સ્વર્ગમાં ના તેની કોઇ પ્રીત
પરમાત્માની આ અજબ લીલા,ના જગે કોઇની એ જીત
કર્મનીકેડી બંધનથીમળે,અવનીએ ક્યાંકથીએ મેળવાય
જગતપિતાની કરૂણા દ્રષ્ટિ,જીવે પાવનકર્મ કરાવી જાય
.                        …………………….નિર્મળ રાહ મળે અવનીપર.
દેહને સંબંધ અવનીથી,જે જીવને જ્યાંત્યાં જકડી જાય
સંગમળે સત્કર્મીનો જીવને,જ્યાં સાચી ભક્તિથી ભજાય
મળે સાચીકેડી જીવનેસંગથી,જ્યાં નિખાલસતા બંધાય
જન્મમરણની વ્યાધીછુટે,આંગણે સાચા સંત આવીજાય
.                    ……………………… નિર્મળ રાહ મળે અવનીપર.

***************************************************

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: