વ્હાલની કેડી


                                  વ્હાલની કેડી

તાઃ૨૬/૯/૨૦૧૨                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંતાનનો સ્નેહ પામવા કાજે,મા બાપના હૈયા છે હરખાય
જન્મ જીવનો સાર્થક જોતાં,જલાસાંઇની કૃપા થઇ કહેવાય
.                        ……………………સંતાનનો સ્નેહ પામવા કાજે.
નિર્મળતાની વર્ષા વરસે,ત્યાં હૈયે હેત સાચુ જ ઉભરાય
કદમકદમને પકડી ચાલતાં,સંતાને સાચીકેડી જ દેખાય
આશીર્વાદ અંતરથી મળતા,ના દેખાવની રીત સમજાય
આવેઆંગણે સદાપ્રેમસંગ,સદકર્મના વાદળ વેરાઈ જાય
.                     ………………………સંતાનનો સ્નેહ પામવા કાજે.
મારુતારુની નામાયા માબાપને,સંતાનને હેત પ્રેમથી થાય
વ્હાલની કેડી અંતરથી દેતાં,સદા સ્નેહ સાચી મળી જ જાય
ના લાગણી વળગે જીવને,કે ના મોહ માયા ક્યાંય ભટકાય
લીધી સાચી રાહ જીવનમાં,જ્યાં સાચી ભક્તિરાહ મેળવાય
.                         …………………….સંતાનનો સ્નેહ પામવા કાજે.

============================================