મળેલપ્રેમ


                                મળેલપ્રેમ

તાઃ૨૭/૯/૨૦૧૨                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી મળતો પ્રેમ જીવનમાં,દેહનેઆનંદ આપી જાય
શીતળ સ્નેહનીજ્યોતમળતા,પાવનકર્મ જીવનમાં થાય
.                      ………………….મનથી મળતો પ્રેમ જીવનમાં.
મળતા પ્રેમ માબાપનો,સંતાનનું આ જીવન સુધરી જાય
પ્રેમથી પગને સ્પર્શ કરતાં,માબાપના હૈયે જઆનંદ થાય
સાચી રાહ મળી જતાં જીવને,ઉજ્વળ જીવન મળતું જાય
માગણી મોહઅનેમાયાની છુટતાં,નિર્મળ જીવનમળી જાય
.                     …………………..મનથી મળતો પ્રેમ જીવનમાં.
સાચીશ્રધ્ધાએ સંતને વંદન કરતાં,આશીર્વાદ વર્ષી જાય
સ્નેહ મળતાં સંગાથીઓનો,અદભુત શાંન્તિય મળી જાય
વાણી વર્તનને સાચવી લેતાં,સૌનો પ્રેમસાચો મળી જાય
જન્મ મળેલ જીવને અવનીએ,સ્વર્ગીય સુખ આપી જાય
.                  …………………….મનથી મળતો પ્રેમ જીવનમાં.

++++++++++++++++++++++++++++++++++