લાડી કે ગાડી


                           લાડી કે ગાડી

તાઃ૨૯/૯૨૦૧૨                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગીની સફર છે અન્જાની,જીવને દેહ મળતા શરૂ થાય
નિર્મળ રાહને પારખી લેતાં,માનવ જીંદગી મજબુત થાય
                          ………………….જીંદગીની સફર છે અન્જાની.
અવનીપરના આગમનથી દેહને ,બાપનો પ્રેમ મળી જાય
સંસ્કાર પકડી શ્રધ્ધાનીસંગે,પાવનરાહ જીવને મળી જાય
ઉંમરનો આધાર જીવને છે,જે અંતરના ઉમંગથી સહેવાય
મળે જીવનમાંસંગ લાડીનો,જે નિર્મળ ભાવનાથી મેળવાય
                          ………………….જીંદગીની સફર છે અન્જાની.
આવ્યા અવનીપર કળીયુગે,આવી મોહમાયા દેહે અથડાય
ઉંમરની જ્યાંમળે સીડીદેહને,ત્યાં સમજીને જ પગલુ ભરાય
કળીયુગમાં નાગાડી ચાલે,ત્યાં મળેલ આજીવન ભટકી જાય
લાડીને પાછળ મુકતા ,અહીયાં ગાડીએ જીવન મહેંકી જાય
                        ……………………જીંદગીની સફર છે અન્જાની.

++++++++++++++++++++++++++++++++++++