શુભનો સંકેત


 .                          શુભનો સંકેત

તાઃ૩૦/૯/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસાર એતો છે સાગર પ્રેમનો,તનમનને એ સ્પર્શી જાય
નિખાલસ પ્રેમનાવાદળ ઘુમતા,શુભનો સંકેત મળી જાય
.                       ………………..સંસાર એતો છે સાગર પ્રેમનો.
પળપળનો વિચાર કરતાં જ,પાવન કર્મ જીવનમાં થાય
મળે પ્રેમનીજ્યોત જીવને,જે મળેલ જન્મસફળ કરીજાય
માગણી દેહની કદી રહેના,જ્યાં સૌનો સ્નેહ વરસી જાય
કુદરતની અપારલીલા,જીવને સાચો સંકેત આપી જાય
.                      …………………સંસાર એતો છે સાગર પ્રેમનો.
નિર્મળ સ્નેહને નિરખી લેતાં,પ્રેમની જ્યોત પ્રગટી જાય
શીતળતાના વાદળ વરસતાં,જીવને શાંન્તિ મળી જાય
ઉજ્વળરાહ મળે જીવનેજ્યાં,ત્યાં ઉધ્ધારઅવનીથીથાય
મારુ તારુની માયા છોડતાં,મળેલ જન્મસફળ થઈ જાય
.                     ………………..સંસાર એતો છે સાગર પ્રેમનો.
==================================