વંદન


.                                  વંદન

તાઃ૨૧/૧૦/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રથમ વંદન જલાસાંઇને,દ્વીતીય વંદન માબાપને થાય
ત્રીજાવંદન થાય ગુરૂજીને,અને ચોથા સાચાસંતને થાય
                                …………………પ્રથમ વંદન જલાસાંઇને.
રાહ મળેછે મુક્તિ માર્ગની,જ્યાં જલાસાંઇની પુંજા લીધી
પરમાત્માની પકડ છુટી,ને ભાગ્યા એ વિરબાઇ માતાથી
શ્રધ્ધા રાખીને સેવા કરતાં,અન્નદાનની રાહ સાચી લીધી
ભુખેલાની ભુખભગાડી,તેમણે જીંદગી ઉજ્વળ કરી દીધી
                               …………………પ્રથમ વંદન જલાસાંઇને.
સાંઇબાબાની જ્યોત નિરાળી,અલ્લા ઇશ્વરથી ઓળખાઇ
માનવતાની મહેંકને પ્રસરાવી,જે જન્મ સફળ કરી લેતી
સંસારની સાચી રાહ મળતાં,માનવ જીવન સફળ કરતી
મુક્તિ માર્ગની અદભુત કેડી,સાચી શ્રધ્ધાએ મળી રહેતી
                              …………………પ્રથમ વંદન જલાસાંઇને.
વંદન પ્રેમે માબાપને કરતાં,આશીર્વાદની ગંગા વહેતી
આગમન અવનીપર જીવને,માબાપની કૃપાએ મળતી
મળે પ્રેમથી આશીર્વાદ માબાપના,સુખની વર્ષા થાતી
મોહમાયાના વાદળને છુટતાં,ધન્ય જીવન જાય આપી
                              …………………પ્રથમ વંદન જલાસાંઇને.
ગુરૂને વંદન પ્રેમથી કરતાં,દેહને સાચી રાહ મળી જાય
ઉજ્વળ જીવનની કેડી બતાવી,સાર્થકજીવન કરી જાય
ભણતરની આકેડી નિરાળી,ગુરૂના આશીર્વાદે મેળવાય
વંદન ગુરૂને પ્રેમે કરતાં,પાવનકર્મ જીવનમાં થઇ જાય
                               …………………પ્રથમ વંદન જલાસાંઇને.
ભગવાની જ્યાં માયા છે દેહને,નાકળીયુગથી છટકાય
વણમાગેલી આફતમાં રહીને,નાઉધ્ધાર કોઇનો કરાય
સાચાસંતની ઓળખમળતાં,વંદનપ્રેમથી તેમને થાય
આશીર્વાદ અંતરથી મળતાં,માનવ જન્મ મહેંકી જાય
                            ………………….પ્રથમ વંદન જલાસાંઇને.

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: