મનથી ભક્તિ


.                          મનથી ભક્તિ

તાઃ૧/૧૧/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી કરેલ ભક્તિએ,જીવ પર કૃપા પ્રભુની થાય
નિર્મળ ભાવના રાખી કરતાં,જન્મ સફળ થઈ જાય
.                         ……………………મનથી કરેલ ભક્તિએ.
અવનીપરના આગમને જીવને,કર્મબંધન સ્પર્શી જાય
જલાસાંઇની સાચી ભક્તિએ,મળેલ બંધન છુંટતાજાય
શ્રધ્ધારાખી પ્રેમની કેડીએ,જીવે સુખશાંન્તિ મળી જાય
કળીયુગની કાયાને છોડતાં,મનથી ભક્તિ સાચી થાય
.                           …………………..મનથી કરેલ ભક્તિએ.
મિથ્યા લાગતું મનુષ્ય જીવન,એભક્તિથી સાર્થક થાય
મોહ રહે ના માયા રહે જીવને,મળેલ દેહ પવિત્ર થાય
સાચા સંતની રાહે ભક્તિ કરતાં,માનવતા મહેંકી જાય
ઉજ્વળજીવન કૃપાથીમળતાં,મળેલ જન્મ સાર્થક થાય
.                          ……………………મનથી કરેલ ભક્તિએ.

======================================

શ્રી જલારામ ઠક્કર


                           શ્રી જલારામ ઠક્કર

તાઃ૧/૧૧/૨૦૧૨    (ગુરૂવાર)      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ   જન્મ સાર્થક કરી જગતમાં ભક્તિની જ્યોત પ્રકટાવી.
લા લાગણી, મોહ માયાનો ત્યાગ કરીને એ જીવન જીવી ગયા.
રા  રામનામની કેડી પકડી ભગવાનને ઝોળી ડંડો મુકી ભગાડ્યા.
મળેલ જન્મ પત્નિ વિરબાઇના સંગે સાર્થક કર્યો.

પ્ર   પ્રભુને પ્રાર્થના કરી જગતના જીવોને ભક્તિ માર્ગ દીધો.
ધા ધારણ કરેલ દેહ પરમાત્માનેય છોડીને ભાગવુ પડ્યું.
   નર્કના દ્વાર બંધ કરી ભક્તિમાર્ગે સ્વર્ગના દ્વાર ખુલ્લા કર્યા.
જી  જીવનમાં શ્રધ્ધા અને વિશ્વાસથી અન્નદાનની રાહ લીધી.

    ઠક્કર કુળને જગતમાં ઉજ્વળ બનાવી ગયા.
ક   કરેલ કર્મ એ જ જીવના બંધન છે.
   કદીક ભુલથી પણ સત્કર્મ થતાં જીવને પ્રભુ કૃપા મળે છે.
   રધુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ.

********************************************************