જીવનની પળ


                             જીવનની પળ

તાઃ૨/૧૧/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગીને છે સંબંધ દેહથી,જન્મમળતા એ મળી જાય
કરેલ કર્મ સમજતા જીવનમાં,પળપળ સચવાઇ જાય
.                  …………………જીંદગીને છે સંબંધ દેહથી.
ક્યારે મળશે કયો દેહ અવનીએ,ના કોઇનેય સમજાય
કર્મબંધન એ સંબંધ જીવનો,દેહ મળતાજદેખાઇ જાય
સમય ના પકડાય કોઇ જીવથી,પળપળ ના સમજાય
ભક્તિને પકડીને ચાલતા જીવનમાં,કૃપા પ્રભુની થાય
.               …………………..જીંદગીને છે સંબંધ દેહથી.
માનવજીવન મહેંકીઉઠે,જ્યાં પ્રભાતપહોરને ઓળખાય
નિર્મળભાવના મનમાંરાખતા,કુદરતનો પ્રેમ મળીજાય
બાળપણથી ઉજ્વળતા મેળવવા,મહેનત મનથી થાય
જુવાનીનાસોપાન પારખતાં,જીંદગીમાં પળને પરખાય
.              ……………………જીંદગીને છે સંબંધ દેહથી.

****************************************************

માતાની મમતા


                           માતાની મમતા

તાઃ૨/૧૧/૨૦૧૨                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

માગી લીધી મમતા માની,ને મળીગયો પિતાનો પ્રેમ
ઉજ્વળ જીવન જીવવા કાજે,રાહ લીધી મેં સીધી એમ
.                       …………………માગી લીધી મમતા માની.
મોહમાયા તો છે દેહના બંધન,ના જીવ તો ભટકી જાય
મળી જાય જ્યાં ભક્તિસાચી,જીવનો ઉધ્ધાર થઈ જાય
આવી અવનીએ દેહ મળે ત્યાં,દેહેકળીયુગ અડકી જાય
સુખશાંન્તિને પામીલેવા,શ્રધ્ધાએ સાચીરાહ મળી જાય
.                      ………………….માગી લીધી મમતા માની.
અહંકાર ને અભિમાનને ફેંકી,દેહથી સદમાર્ગને મેળવાય
જલાસાંઇની પ્રેમાળકેડી મળતાં,ના જીવ કદીયે ભટકાય
આંગણેઆવી પરમાત્મા માગે,એજ છે જીવની લાયકાત
મુક્તિમાર્ગની સાચી રાહ,માનવને ભક્તિએજ મળીજાય
.                       ………………….માગી લીધી મમતા માની.

+++++++++++++++++++++++++++++++++++++++