શુભલાભ


.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                            શુભલાભ

તાઃ૩/૧૧/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

અનંત આનંદ હૈયે થાય,ને જીવનમાં સ્નેહની વર્ષા થાય
શુભલાભનીકેડી મળતાં,દીવાળીની મઝા પણ મળી જાય
.                                 …………………અનંત આનંદ હૈયે થાય.
વર્ષમાં વરસતા પ્રેમને લેવા,આવતા તહેવારો નિરખાય
સરળ જીવનમાં સ્નેહીઓમળતાં,સગાસંબંધીઓ હરખાય
માતા લક્ષ્મીની પુંજા કરતાં,જીવનમાં ધનની વર્ષા થાય
મળી જાય છે માતાની કૃપાએ,એજ સાચી ભક્તિ કહેવાય
.                                ………………….અનંત આનંદ હૈયે થાય.
શુભ કાર્યો જીવનમાં કરતાં,કૃપાએ લાભ અનંત મેળવાય
સાચીશ્રધ્ધાએ ભક્તિ કરતાં,માતાની અગણિત કૃપાથાય
વીતેલ વર્ષને વિદાય કરતાં,નવા વર્ષનુ આગમન થાય
સુખશાંન્તિ અને સ્નેહ મળે,જે જીવનેરાહ સાચી દઈ જાય
.                              …………………..અનંત આનંદ હૈયે થાય.

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ