લાડલીનો જન્મદીવસ


                                      ચી.દીપલ

.

.

.                         લાડલીનો જન્મદીવસ

તાઃ૪/૧૧/૨૦૧૨     (૪/૧૧/૧૯૮૩)       પ્રદીપ બ્રહ્મભટ્ટ

દીકરી લાડલી દીપલનો,આજે જન્મ દીવસ ઉજવાય
.              આશીર્વાદની કેડી મળતાં,સૌનો પ્રેમ તેને મળી જાય
.                                     ………………….દીકરી લાડલી દીપલનો.
પપ્પા પપ્પા સાંભળી મને,અંતરમાં ખુબ આનંદ થાય
.             પ્રેમથી આવી પગેલાગતાં,પ્રેમે જય જલાસાંઇ બોલાય
બંન્ને હાથ ને માથા પર મુકીને,જીવને આશીર્વાદ દેવાય
.             સંસારની ઉત્તમ કેડી જીવતાં,સદા સુખશાંન્તિ મળીજાય
.                                     …………………. દીકરી લાડલી દીપલનો.
મમ્મી મમ્મી સાંભળતા રમાને,દીકરીનું વ્હાલ મળી જાય
.            બાથમાં ઘાલી બચી કરતાં,દીકરી દીપલ પણ રાજી થાય
જન્મદીનનો આનંદઅનેરો દેવા,ભાઇ રવિ પણઆવીજાય
.            સંગે હિમા દોડીઆવેત્યારે,દીપલને ભાભીનોપ્રેમમળીજાય
.                                       …………………..દીકરી લાડલી દીપલનો.
જીવનસંગીની નિશીતકુમારની,જે કર્મના બંધને સમજાય
.            સંસ્કારની સાચીરાહ જોતા,પંકજભાઇ ને નીલાબેનહરખાય
દીકરાની વહુના પ્રેમાળ સ્નેહથી,અંતરથી પ્રેમ આપી જાય
.            આવ્યાઅમદાવાદથી આશિર્વાદદેવા,એ સંતાનપ્રેમકહેવાય
.                                          ………………….દીકરી લાડલી દીપલનો.

***************************************************

.                            ચી.દીપલનો આજે જન્મદીવસ છે.સંત પુજ્ય જલારામબાપા અને
સંત પુજ્ય સાંઇબાબાને વંદન સહિત પ્રાર્થના કે તેને તન,મન,ધનથી શાંન્તિ આપી
સદા ચી.દીપલ અને નિશીતકુમારનુ સર્વ રીતે રક્ષણ કરે અને મળેલ જન્મ સાર્થક
કરે.
લી.પપ્પા.મમ્મી,રવિ અને અ.સૌ.હીમાના જય જલાસાંઇ.