સંઘર્ષ ટળે


                          સંઘર્ષ ટળે

તાઃ૬/૧૧/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જન્મ મળે અવનીએ,દેહથી જેવા કર્મ કરે
નાછટકે જગતમાંકોઇ,જીવને વિવિધ સંઘર્ષો મળે     
.              …………………જીવને જન્મ મળે અવનીએ.
ઉજ્વળતાના સાથ મળે,જ્યાં ઉંચનીચને છોડાય
સરળતાની કેડીને લેવા,જીવના કર્મને સચવાય
મોહમાયાની ચાદર છુટતાં,ના વ્યાધી અથડાય
જીવનએવું જીવવુ જગે,જ્યાં માનવતા સચવાય
.                 ……………….જીવને જન્મ મળે અવનીએ.
માનવ જીવનને સફળ કરવા,સાચી ભક્તિજ થાય
મહેનત સાચી કરતાં જીવનમાં,સુખ શાંન્તિ દેખાય
લાગણી મોહને સમજી લેતાં,ખોટા સંબંધને છોડાય
સંઘર્ષની કેડી છુટતા જીવનો,જન્મ સફળ થઇ જાય
.               …………………જીવને જન્મ મળે અવનીએ.

=================================

અંધકાર મળે


                               અંધકાર મળે

તાઃ૬/૧૧/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

આડી અવળી વાંકી ચુકી કેડીઓમાં,જ્યાં મન ફસાઇ જાય
ઉજાસની ના કેડી મળે કોઇ,જીવનમાં અંધકાર મળી જાય
.                            …………………..આડી અવળી વાંકી ચુકી.
સરળતા રાખી જીવન જીવતાં,સૌનો સાથ પણ મળી જાય
આંગળીપકડી સાથઆપીને,જીવનમાંપ્રેમ પણ આપી જાય
વિટંમણા તો દુર રહે જીવનમાં,ના ભુલથી પણ આવી જાય
એજ જીવની લાયકાતબને,જે જીવનમાં શાંન્તિ આપી જાય
.                            ……………………આડી અવળી વાંકી ચુકી.
કળીયુગ કેરી રાહ મળતા,જીવનમાં અભિમાન ટપકી જાય
અહંકારનો સંગ રાખતાં સમયે, ના કોઇનો સાથ મળી જાય
હુ કરુ હુ જ કરુ એ જ શબ્દ જીભને,જ્યાંને ત્યાં વળગી જાય
અંધકાર મળી જાય જીવનમાં,ત્યાં આ જીવન વેડફાઇ જાય
.                           …………………….આડી અવળી વાંકી ચુકી.

+++++++++++++++++++++++++++++++++++++++=

મા કાલિકા


.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                           મા કાલિકા

તાઃ૬/૧૧/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી પ્રેમે તારી ભક્તિ કરતાં,જીવને શાંન્તિ થાય
ૐ ક્રીં કાલિયે નમઃ કહેતાં,માકૃપા તારી થઈ જાય
.                ……………….માડી પ્રેમે તારી ભક્તિ કરતાં.
આસોવદની સાતમે મા,શ્રધ્ધાએ તારું પુંજન થાય
સર્વ રાહે કૃપા મેળવતાં માડી,ભુતપ્રેત ભાગી જાય
મંત્રતંત્રથી બચાવી જીવને,રક્ષણ પણ આપી જાય
પળેપળને પાવનકરી,અમો પર માડીની કૃપાથાય
.           ………………….માડી પ્રેમે તારી ભક્તિ કરતાં.
હિન્દુ ધર્મની અજબ શક્તિ,ના કોઇથી એને અંબાય
પવિત્રરાહ દેવા જીવનમાં,પ્રભુએ લીધાછે અવતાર
ભારતભુમીને પાવન કરી,ખોલ્યા છે મુક્તિના માર્ગ
સાચીભક્તિ માડીનીકરતાં,આ જન્મસફળ થઈ જાય
.          …………………..માડી પ્રેમે તારી ભક્તિ કરતાં.
____________________________________
ૐ ક્રીં કાલિયે નમઃ ૐ ક્રીં કાલિયે નમઃ ૐ ક્રીં કાલિયે નમઃ
**************************************************

શ્રધ્ધાનુ ફળ


                              શ્રધ્ધાનુ ફળ

તાઃ૬/૧૧/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનમાં રાખી શ્રધ્ધા કરતાં,સૌ કામ સરળ થઈ જાય
મળી જાય સફળતા જીવનમાં,જે લાયકાતે મેળવાય
.                   ………………….મનમાં રાખી શ્રધ્ધા કરતાં.
શ્રધ્ધા રાખી મનથી ભક્તિ કરતાં,જલાસાંઇ હરખાય
મળીજાય કૃપા સાચાસંતની,ત્યાંજીવન ઉજ્વળ થાય
આધી વ્યાધી નાઆવે બારણે,શાંન્તિ સદા મળી જાય
કરુણાસાગર છે અતિ દયાળુ,મળતી કૃપાએ સમજાય
.                   …………………..મનમાં રાખી શ્રધ્ધા કરતાં.
શ્રધ્ધારાખી ભણતરકરતાં,મા સરસ્વતીની કૃપા થાય
દરેક વર્ષે ઉજ્વળ સોપાને,લાયકાતની ઇજ્જત થાય
મળેસન્માન ભણતરમાં,જેજીવનમાં સફળતા દઈજાય
માનવજીવન સાર્થક બનતાં,માનસન્માન મળી જાય
.                     ………………….મનમાં રાખી શ્રધ્ધા કરતાં.
શ્રધ્ધા રાખી સદમાર્ગ લેતા,માતા લક્ષ્મીની કૃપા થાય
મળીજાય મનનેશાંન્તિ જીવનમા,એ લાયકાતકહેવાય
પુંજામાતાની પ્રેમથીકરતાં,જીવનમાં ધનની વર્ષાથાય
નામાગણી નામોહ રહેજીવનમાં,જ્યાંમાતાની કૃપાથાય
.                      …………………મનમાં રાખી શ્રધ્ધા કરતાં.

******************************************************