લાગણીપ્રેમ


                               લાગણીપ્રેમ

તાઃ૭/૧૧/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાગણી એ અંતરથી નીકળે,ના દેખાવમાં ઉભરાય
કળીયુગની કેડીએ જોતાં,વ્યર્થ સમય થઈ વેડફાય
.                     …………………લાગણી એ અંતરથી નીકળે.
પ્રસંગ પારખી પારકી આંખે,થોડી આંખોય ભીની થાય
દેખાવના દરીયામાં ડુબી,આજુબાજુ જોઇ એ બદલાય
સમયની વાંકી કેડી લઈને,કળીયુગી પ્રેમ આવી જાય
બાથમાં ઘાલી સહાનુભુતી દ્વારે,જગને એબતાવી જાય
.                     ………………….લાગણી એ અંતરથી નીકળે.
અંતરથી નીકળેલ પ્રેમને,ના કળીયુગ પણ સ્પર્શી જાય
સ્નેહની સાચી સાંકળ જોતાં જ,હૈયે મળેલ જીવો હરખાય
કુદરતની ન્યારી કેડીએ જીવતાં,સૌ માર્ગ સરળ થઇ જાય
લાગણી પ્રેમની પરખ મળે,જીવને સંબંધ સાચો સમજાય
.                    …………………..લાગણી એ અંતરથી નીકળે.

=====================================