માનવીની તરસ


                            માનવીની તરસ

તાઃ૧૦/૧૧/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

તરસ લાગે જ્યારે માનવીને,ત્યારે એપાણી પીવા જાય
માયા લાગે જ્યારે કળીયુગની,ત્યારે બુધ્ધી બગડી જાય
.                      ………………….તરસ લાગે જ્યારે માનવીને.
કુદરતની આજ ન્યારી કેડી,સમયથી એ સમજાઇ જાય
અપેક્ષાની ના સીમા જીવનમાં,ના માનવી એતરી જાય
પળે પળે તરસ લાગે માનવીને,કઈ છે એના ઓળખાય
સમજીવિચારી પારખી લેતા,એ સમજદારને જ સમજાય
.                   ……………………તરસ લાગે જ્યારે માનવીને.
બાળપણમાં તરસ પ્રેમની,જે બાળકના વર્તનથી દેખાય
માતાની ગોદમાં પડખુ ફેરવતા,નિર્મળ પ્રેમ મળી જાય
કલમપકડતાં હાથમાં માનવીને,ભણતરનીતરસ દેખાય
શ્રધ્ધા રાખીને એ ચલાવતા,સિધ્ધીના સોપાન મળીજાય
.                    ……………………તરસ લાગે જ્યારે માનવીને.

……………………………………………………………………………….

સંકટમોચન


.

.

.

.

.

.

.

.

.

.

.

                            સંકટ મોચન

તાઃ૧૦/૧૧/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિરાધારના આધાર જગતમાં,મુક્તિમાં દે સાથ
એવા સંકટમોચન શ્રીહનુમાન,દે છે જીવને રાહ
.        ………………….નિરાધારના આધાર જગતમાં.
શનીવારની શીતળ સવારે,નિર્મળપ્રેમે પુંજન થાય
સિંદુરતેલનો સંગ રાખીને,તેમના પગે અર્ચનાથાય
બજરંગ બલીની શક્તિ ન્યારી,ભક્તિમાર્ગ દઈજાય
રામસીતાના પ્યારા વાનર,સંકટમોચન છે કહેવાય
.       ……………………નિરાધારના આધાર જગતમાં.
જગમાં ડંકો ભક્તિનો વગાડ્યો,પામ્યા પ્રેમ પ્રભુનો
સકળ જગતમાં શક્તિશાળી,રાવણ પણ હારી જાય
ગદા લીધી જ્યાં હાથમાં,જગે પરમાત્માય હરખાય
માગી લીધી કૃપા સીતાજીની,જે સિંદુરથી સહેવાય
.       ……………………નિરાધારના આધાર જગતમાં.

**************************************************