જલીયાણ


.

.

.

.

.

.

.

.

.

.

.

                            જલીયાણ

તાઃ૧૪/૧૧/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોત જગતમાં જલીયાણની પ્રગટતા,કૃપા પ્રભુની થાય
ભક્તિભાવની સાચીકેડી મળતાં,આ જન્મસફળ થઇ જાય
.                      …………………જ્યોત જગતમાં જલીયાણની.
મનમાં રાખી શ્રધ્ધા પ્રભુ રામમાં,લીધી અન્નદાનની કેડી
ભુખ્યાને ભોજન ખવડાવી,વિરપુરમાં શ્રધ્ધા સાચી કીધી
રામનામની જ્યોત પ્રગટાવતા,ઉજ્વળ જીવન કરીલીધુ
વિરબાઇ માતાના સંસ્કારે,ઠક્કર કુળને ઉજ્વળ કરી દીધુ
.                     …………………..જ્યોત જગતમાં જલીયાણની.
પ્રભુ ભક્તિમાં જ્યાં શ્રધ્ધા સાચી,ત્યાં પરિક્ષા આવી ઉભી
આવ્યા પ્રભુ દેહ ધારી વિરપુરમાં,સેવા માટે માગી પત્ની
શ્રધ્ધાએ જ્યાં સેવા લીધી,ત્યાં ઝોળી લાકડી આપી દીધી
ભાગ્યા જગત પિતા વિરપુરથી,જલીયાણ પર કૃપા કીધી
.                     …………………..જ્યોત જગતમાં જલીયાણની.

************************************************

નિર્મળતા


                                 નિર્મળતા

તાઃ૧૪/૧૧/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાનો સંગ મળે જીવનમાં.જ્યાં શુભલાભને સચવાય
આવી રહેલઆફતને કળીયુગમાં,નિર્મળ સ્વભાવથી જીતાય
 .                        …………………માનવતાનો સંગ મળે જીવનમાં.
મીઠી મહેંક મળે માનવતાએ,જ્યાં જીવે ભક્તિરાહ મેળવાય
ડગલુ માંડતા જીવનની રાહે,મનથી પ્રભુનું સ્મરણ થઈ જાય
નિર્મળતાનો સંગ મળતાં જીવનમાં,સૌ કામે સફળતા દેખાય
આંટીધુંટીની વળગણ છુટતાં,મળેલ આજન્મ સફળ થઇ જાય
.                      …………………..માનવતાનો સંગ મળે જીવનમાં.
સ્વાર્થ મોહને નેવે મુકતાં,કળીયુગની લીલા પણ ભાગીજાય
મહેંક પ્રેસરે જ્યાં માનવતાની, જીવને ચારોધામ મળી જાય
સુખસાગરની એકજ હેલીએ,જગે સૌનો સાથ પણ મળીજાય
નિર્મળતાની સાચી કેડીને મેળવતાં,જીવ મુક્તિ માર્ગે દોરાય
.                      …………………..માનવતાનો સંગ મળે જીવનમાં.

=======================================