સાચી મુલાકાત


.

.

.

.

.

.

 .

.

                              સાચી મુલાકાત

તાઃ૧૮/૧૧/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

અનંત આનંદ હૈયે થયો,જ્યાં સાંભળ્યા રવિનભાઇને અહીં
ગઝલ ગીતનો સંગ રાખીને,સંગીતની કેડીને પકડી છે ભઇ
.                                  …………………અનંત આનંદ હૈયે થયો.
શબ્દ સુરને પકડી રાખીને,સૌને સાચી પ્રીત આપી છે અહીં
હ્યુસ્ટન આવ્યા છે પ્રેમ લઈને,એજ અમારી તકદીર છે ભઈ
.                               …………………. અનંત આનંદ હૈયે થયો.
હેમંતભાઇના હાથછે અનોખા,મંજીરાનો સાથદીધો છે અહીં
મળી ગયો પ્રેમ સંગીતનો ભોજનમાં,એજ લાયકાતછે ભઇ
.                                ………………….અનંત આનંદ હૈયે થયો.
રાજુભાઇની અનોખી કેડી,જે તબલાં સાંભળતા મળી ગઈ
તાલ પકડીને શબ્દની સાથે,સૌનાદીલ જીતી લીધા અહીં
.                               …………………. અનંત આનંદ હૈયે થયો.
મળીગઈ તક મને અનોખી,જે મારી મુલાકાત બની ગઈ
અનંતપ્રેમ મને મળ્યો સાંભળી,જે હ્યુસ્ટનમાં લાવ્યો ભઈ.
.                              ………………….. અનંત આનંદ હૈયે થયો.

********************************************
.               .વડોદરાના શ્રી રવિનભાઇ નાયક જેઓએ ભોજન રેસ્ટોરન્ટમાં ગીત અને ગઝલનો
કાર્યક્રમ કર્યો હતો.તે કાર્યક્રમ જોઇ અને સાંભળીને મને ઘણો જ આનંદ થયો.તેની યાદ રૂપે
આ સાથેનુ લખાણ તેમને અર્પણ કરુ છુ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ (હ્યુસ્ટન)