અજવાળુ


                               અજવાળુ

તાઃ૨૪/૧૧/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંધકાર ભરેલ અવનીએ,સાચી ભક્તિ છે અજવાળુ
શ્રધ્ધા રાખી પ્રભુને ભજતાં,આજીવન સાર્થક થવાનું
.                         …………………અંધકાર ભરેલ અવનીએ.
મળેલ જન્મ માનવનો જગે,એ જ પ્રથમ કૃપા કહેવાય
બીજી કૃપાને મેળવવા કાજે,મળેલ સંસ્કારને સચવાય
આવી આંગણે પ્રભુ રહે,જીવને મુક્તિ માર્ગ મળી જાય
આધી વ્યાધીય આંગણું છોડે,મનથી ભક્તિ જ્યાં થાય
.                       ……………………અંધકાર ભરેલ અવનીએ.
ત્રીજી કૃપા મેળવવાકાજે,માબાપને પ્રેમથી વંદન થાય
મળતા આશિર્વાદ હૈયેથી,જગે જીવન ઉજ્વળ થઈજાય
સુખશાંન્તિની વર્ષાથતા,પવિત્રરાહ જીવનમાં મેળવાય
અંતરથી મળેલ આશિર્વાદ જીવને મુક્તિમાર્ગ દઇ જાય
.                        ……………………અંધકાર ભરેલ અવનીએ.

********************************************