કોણ કેટલામાં


                                  કોણ કેટલામાં

તાઃ૨૬/૧૧/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય સમયની દ્રષ્ટિ ન્યારી,જીવને શીતળતાએ સમજાય
ઉંમરની નાકોઇએડી મળતી,જ્યાંમળેલ સમયને સચવાય
.                          ………………….સમય સમયની દ્રષ્ટિ ન્યારી.
કુદરતની છે આઅજબલીલા,જીવના જન્મને બાંધી જાય
આજ ના આવતીકાલ બને,એ તો ભુતકાળ જ બની જાય
પરખ મળે જીવને ગઇકાલની,તો આવતી કાલ સુધારાય
કોણ કેટલામાં આવી શકે,એતો સમયની સાંકળે સમજાય
.                         ……………………સમય સમયની દ્રષ્ટિ ન્યારી.
દેહને સંબંધ છે ઉંમરથી,ના જગતમાં કોઇનાથીય છટકાય
દુઃખ દરીદ્ર નાડીના ખેલ,એ આડુઅવળુ ખાવાથી મેળવાય
બુધ્ધીને નાકોઇ આંબીશકે,સીધી સમજણથીજ એ સમજાય
મહેનત મનથી કરતાં જ્ઞાનમાં,એ તો લાયકાતે મળી જાય
.                             …………………સમય સમયની દ્રષ્ટિ ન્યારી.
લાયકાત એની કેટલામાં છે,તે તેના અનુભવથી સમજાય
ઉજ્વળતાનો સાથ મળે જીવનમાં,જ્યાં સાચવીને બોલાય
કોણ કેટલામાં ફરી રહે છે,તે તેના વાણીવર્તનથીજ દેખાય
અભિમાનની અદાને છોડતાં,સૌ થતાંકામ સરળ થઈ જાય
.                           ……………………સમય સમયની દ્રષ્ટિ ન્યારી.

+++++++++++++++++++++++++++++++++++++++