ભાઇનું આગમન


.

.

.

.

.

.

.

.

.                            ભાઇનું આગમન

તાઃ૨૯/૧૧/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંગણે જોઇ ભાઇ તન્વીરને,હિમાની આંખો ભીની થઈ
ભાઇબહેનના પ્રેમની સાંકળ,હ્યુસ્ટન આવતા મળી ગઇ
.                     …………………..આંગણે જોઇ ભાઇ તન્વીરને.
સરળ જીવનમાં કેડી ચઢતાં,રવિની જીવન સંગીની થઇ
લગ્ન એછે બંધન દેહના,ગતવર્ષે એની ખબર પડી ગઈ
પરણી આવતા હ્યુસ્ટનમાં,અહીં સંસારી જીંદગી શરૂ થઇ
સમયની સાંકળ કુદરતનીકેડી,એકવર્ષની અહીં થઇ ગઈ
.                         ………………….આંગણે જોઇ ભાઇ તન્વીરને.
ભાઇ તન્વીરની પ્રેમી દ્રષ્ટિને,બહેન હિમાએ નિરખી અહીં
બારણુખોલતી બહેનને જોતાજ,ભાઇની આંખો ભીની થઇ
પ્રેમ માબાપનો મળ્યો છે સંતાનને,આજે દ્રષ્ટિ તેની થઈ
કંકુ ચોખા કરી ભાઇને આવકાર્યો,એજ પ્રેમની પરખ ભઈ
.                        …………………..આંગણે જોઇ ભાઇ તન્વીરને.

*************************************************