સાચો સંગ


                                 સાચો સંગ

તાઃ૨૯/૧૧/૨૦૧૨                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મ કરેલા સંગે આવે,જ્યાં અવનીએ જન્મ મળીજાય
અદભુતલીલા આ પરમાત્માની,સાચીકેડીએ સમજાય
.                                …………………કર્મ કરેલા સંગે આવે.
વાણીવર્તન છે દેહના સંબંધી,જીવને ઝંઝટ આપી જાય
સમજણની નાની કેડીને લેતા,નાકોઇ આફતો અથડાય
દેખાવનો સાથમળે જીવને,તો ના કોઇ જીવથી છટકાય
અંત દેહનો આવે જ્યારે,જગતમાં ફરી અવતરણ થાય
.                                 …………………કર્મ કરેલા સંગે આવે.
માયામોહ એ કળીયુગની કેડી,સાચી ભક્તિએ સમજાય
મનથી કરેલ જલાસાંઇની સેવાએ,કર્મબંધન છુટી જાય
સાચા સંતનો સહવાસ મેળવતા,પ્રભુનીકૃપા મળી જાય
અવની પરના સંગ ને છોડતાં,જીવ મુક્તિ માર્ગે દોરાય
.                                    ………………..કર્મ કરેલા સંગે આવે.

+++++++++++++++++++++++++++++++++++++